Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં નર્મદા નિગમની નહેરમાં આવ્યું સિંચાઈનું પાણી, ધારાસભ્યએ કર્યા નીરના વધામણાં...

સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે.

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે. કેનાલમાં છોડાયેલું પાણી વિરજ ગામ સુધી પહોંચી ચૂક્યું છે, ત્યારે ખેડૂતોમાં નવી આસાનો સંચાર થયો છે. છેલ્લા એક મહિનાથી જંબુસર પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો આવી હતી. આ વિસ્તારમાં નર્મદાની કેનાલ તો બનાવવામાં આવી છે, પણ કેનાલમાં છાસવારે ગાબડા પડી રહ્યા હોવાથી પાણીનો વ્યય થઈ રહ્યો છે, અને છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. હાલમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેતરોમાં સિંચાઈના પાણીની ઘટ વળતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવી પડી રહી હતી. જેની રજૂઆત જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને કરાતા તેમના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલમાં આખરે પાણી છોડાતા જંબુસર પંથકના ખેડૂતો અને જંબુસરના ધારાસભ્યએ નીરના વધામણાં કર્યા હતા.

Next Story