/connect-gujarat/media/post_banners/1721e837571bd025074b5f38d1f2aeb11c24c601b27b5be0554fece727e07f3e.webp)
ભરૂચના ગાયત્રી નગરમાં આવેલ જલારામ મંદિરને તસ્કરોએ નિશાન બનાઈ દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચના ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે વધુ એક વખત ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ અગાઉ પણ ૩ થી ૪ વખત ગાયત્રીનગર જલારામ ખાતે ચોરી થઈ ચૂકી છે.શનિવારે રાત્રીના ૧ થી ૨ વાગ્યાના સમયગાળા દરમ્યાન ચોરી થઈ હોવાની ઘટના બની છે.અજાણ્યા ઇસમોએ મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી અને ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ સવારે મદનીરે આવતા શ્રધ્ધાળુઓને થઈ હતી તેઓએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.