Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પડતર પ્રશ્ને જંબુસર DGVCLના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો...

ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો.

ભરૂચ : પડતર પ્રશ્ને જંબુસર DGVCLના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો...
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો. ઉપરાંત પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યભરમાં 16થી વધુ સંગઠનો સરકાર સામે બાયો ચડાવી આંદોલન કરી રહ્યા છે, ત્યારે DGVCL અને તેની સંલગ્ન કંપનીઓમાં ટેકનિકલ કર્મચારીઓએ ગુજરાત ઊર્જા કર્મચારી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તેઓના વર્ષોથી વણઉકેલી માગણીઓ વર્ગ ચારમાંથી વર્ગ 3માં સમાવેશ કરવો, જોખમી નોકરીમાં રિસ્ક ફિલ્ડ એલાઉન્સ, કામના કલાકો નક્કી કરવા, પગારની વિસંગતતા દૂર કરવા સહિતની માંગણીઓનું સરકાર દ્વારા કોઇ નિરાકરણ ન આવતા રાજ્યભરમાં વીજ કંપનીના ટેક્નિકલ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જે અંતર્ગત જંબુસર DGVCLના કર્મચારીઓએ ગુજરાત ઊર્જા કર્મચારી હિતરક્ષક સમિતીના નેજા હેઠળ આંદોલનને વેગ આપવા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વર્ક ટુ રૂલ, ધરણાં, માસ સીએલ સહિત મહારેલી યોજવામાં આવશે. આ દરમિયાન પણ જો નિરાકરણ નહી આવે તો અચોક્કસ મુદત સુધી હડતાળ પર જવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.

Next Story