Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતા પાલીકાએ શાળાને સીલ કરી...

નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતા જંબુસર પાલીકા દ્વારા શાળાને સીલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતા પાલીકાએ શાળાને સીલ કરી...
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતા જંબુસર પાલીકા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી. ભરૂચના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલયને બાકી વેરા બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા પણ નવયુગ વિદ્યાલયના તંત્રીઓએ પાલિકાની નોટિસને ધ્યાનમાં નહીં લેતા આખરે જંબુસર નગરપાલિકા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. જંબુસર નગરપાલિકાએ બાકી વેરાના મિલકતદારો સામે લાલ આંખ કરી છે.

જેમાં નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતા જંબુસર પાલીકા દ્વારા શાળાને સીલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, જંબુસર નગરમાં બાકી મિલકત વેરા ધારકો સામે હવે પાલિકાએ ઉઘરાણીને લઈ સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું છે. જેની શરૂઆત શહેરની નવયુગ વિદ્યાલયથી કરાઈ છે. પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યને વારંવાર નોટિસો આપવા છતાં રૂપિયા 1.70 લાખનો વેરો ભરપાઈ નહીં કરતા ન છૂટકે શાળાને સીલ મારવું પડ્યું છે. જોકે, શાળાને સીલ કરાતા વિધાર્થીઓના અભ્યાસ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. તો બીજી તરફ, પાલિકાએ અન્ય બાકી વેરાદારોની મિલકત પણ સીલ કરતાં ફફડાટ ફેલાયો છે.

Next Story