Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર સોલ્ટ મેન્યુફેક્ચર એસોસીએશન દ્વારા સત્કાર સમારંભ યોજાયો

જંબુસર મીઠા ઉધ્યોગના સંચાલકો, સુપર સોલ્ટ કંપનીના પદાધિકારીઓ , BS સોલ્ટના અધિકારીઓએ અને અગરીયાઓ ઉપસ્થિત રહ્યા હતા

X

ભરૂચની રીજન્ટા હોટેલ ખાતે જંબુસર સોલ્ટ મેન્યુફેક્ચર એસોસીએશન દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો. 1945થી ઓલ ઈન્ડિયા સોલ્ટ મેન્યુફેક્ચર છે જેમાં મીઠા ઉધ્યોગોને લગતા વિવિધ પ્રશ્નોની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆતો કરીને વિવાદ કનડતા પ્રશ્નો અંગે સકારાત્મક નિરાકરણ લાવવામાં સહયોગી થનાર મીઠા ઉધ્યોગના અગ્રણીઓનો સન્માન સમારંભ ભરૂચની રિજન્ટા હોટલ ખાતે યોજાયો હતો. આ ઉપરાંત આ કામમાં સહયોગ આપનાર મહાનુભાવોને 6.92 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જંબુસર મીઠા ઉધ્યોગના સંચાલકો, સુપર સોલ્ટ કંપનીના પદાધિકારીઓ , BS સોલ્ટના અધિકારીઓએ અને અગરીયાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સોલ્ટના અગ્રણીઓએ અને આલ્કલીક કેમિકલના ઉધ્યોગોના હોદ્દેદારોએ મીઠા લક્ષી જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી.

Next Story