ભરૂચ : જંબુસર ST ડેપોમાં યોગ્ય સુવિધા મળતી ન હોવાથી મુસાફરોને હાલાકી

જંબુસર નવ નિર્મિત ST ડેપોમાં સુવિધાનો અભાવ, મુખ્ય ગેટ ઉપર પાણી ભરાતા મુસાફરો હેરાન.

New Update
ભરૂચ : જંબુસર ST ડેપોમાં યોગ્ય સુવિધા મળતી ન હોવાથી મુસાફરોને હાલાકી

ભરૂચના જંબુસર નવા બનેલા ST ડેપોમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો, ઉપરાંત લાખોના ખર્ચે નવા બનેલા એસ ટી ડેપોની હાલત ખખડધજ થઈ છે.

ભરૂચના જંબુસર ખાતે હાલમાં જ નવું એસટી ડેપો બન્યું છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે એસટી ડેપોની હાલત ખખડધજ બનવા પામી છે. ઉપરાંત ડેપોમાં આવતા મુસાફરોને યોગ્ય સુવિધા મળતી ન હોવાથી હાલાકી વેઠવી પડે છે. જંબુસર એસ.ટી ડેપો ખાતે રોજના હજારો મુસાફરો આવતા હોય છે પરંતુ બેદરકારીના કારણે યોગ્ય સુવિધાનો લાભ મળતો નથી. ડેપોમાં લાગેલા પંખા શોભાના ગાંઠિયા સમાન છેતો બીજી તરફ એસ. ટી. ડેપોમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે મુખ્ય ગેટ ઉપર પાણી ભરાતા મુસાફરોને અવર જવર માટે તકલીફ પડે છે. જોકે નવા બનેલા ડેપોમાં પીવાના પાણીની પરબ તો છે. પરંતુ પીવા માટે તેમાં પાણી આવતું નથી.

ઉલ્લેખનીય છે કે, ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ડેપોમાં નવનિર્મિત ઇમારતની છત નીચે પડી હતી જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. તો આ તરફ પાસ માટે આવતા વિધાર્થીઓને પણ ધક્કા ખાવા પડે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પણ પાસ નહિ બનતા વિધાર્થીઓમાં રોષ છે.

Latest Stories