New Update
/connect-gujarat/media/post_banners/6d8b89b4748e2c7790b2f3a01edfe69f0ea8b92bdeda2b6bb153f2f865963b7d.jpg)
ભરૂચના જંબુસર નગરમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે સનરાઈઝ પાર્કમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો હતો.
જંબુસર નગરના સનરાઈઝ બંગલા નંબર 49માં સમીમબેન પટેલ રહે છે તેમના પતિ અર્શદ પટેલ જેઓ નોકરી અર્થે પરદેશ રહેતા હોય તેમના પત્ની સમીમબેન પટેલ રાત્રિ દરમિયાન પોતાના પિયરમાં સુવા માટે જતા હોય છે અને સવારે ઘર સફાઈ માટે આવતા હોય છે. ગતરોજ રાત્રિના કોઈ અજાણ્યા ઈસમોએ તેનો લાભ ઉઠાવી ઘરની આગળના ભાગમાં આવેલ જાળીનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જંબુસર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.