Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું 100 ટકા પરિણામ, A-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે.

X

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. શાળાના 7 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં રાબડીયા અવની , ચૌહાણ જય, વગત વાંછી , મજમુદાર પુષ્ટિ, બારીયા શુભ, મહેતા શ્રેયા અને મલેક ફલેકનાઝનો સમાવેશ થાય છે.કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરિક્ષામાં સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ટ્રસ્ટીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે

Next Story