Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે

X

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ ધોરણ 10 બોર્ડના પરિણામમાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના તેજસ્વી તારલાઓએ સફળતા મેળવી હતી જેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ

તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10માં A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ભરત સલાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળાના ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલ તેમજ અંગ્રેજી માધ્યમના આચાર્યા સિમી વાધવા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન કરેલ મહેનતને સન્માન આપી નવા સોપાનો સર કરી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો છે.

Next Story