ભરૂચ: જેસીઆઈ દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો, 250થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચમાં જે.સી.આઈ.દ્વારા કાર્યક્રમનું આયોજન, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો.

ભરૂચ: જેસીઆઈ દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો, 250થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
New Update

ભરૂચ જેસીઆઈ દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેસીઆઈ ભરૂચએ વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે.જેની જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે તારીખ 30/07/2023 ના રોજ ડોક્ટર બી .આર. આંબેડકર હોલ ખાતે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેરની વિવિધ શાળાઓના 250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં નેશનલ ટ્રેનર જેસી સૃષ્ટિ માંકડ તેમજ જેસી દ્વિતી શાહ ,જેસી મિતેશ પરમાર દ્વારા બાળકોને કઈ રીતે કહેવું અને કેટલું બોલવું તેનું સુંદર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું .આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ,મ્રીગા કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

#Ankleshwar #public speaking workshop #JCI #JCI Bharuch #Seminar #Bharuch
Here are a few more articles:
Read the Next Article