ભરૂચ : ઝઘડીયાના ધારાસભ્યએ અતિ બિસ્માર રોડ-રસ્તા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.

New Update
ભરૂચ : ઝઘડીયાના ધારાસભ્યએ અતિ બિસ્માર રોડ-રસ્તા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તેમજ વાલીયા તાલુકાના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા આ રસ્તા પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ ભારે વાહનો ઉપર પણ નિયંત્રણ લગાવવામાં આવે તેવી રજૂઆત ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને પત્ર લખી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો અને SOUને જોડતો રાજ્ય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય, ત્યારે આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ધારાસભ્ય દ્વારા પત્ર લખી ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને લખેલ પત્ર બાદ તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

Latest Stories