/connect-gujarat/media/post_banners/9454c6159ab76232b40192e584b79945d97834f301a37182f08936a9cb728110.webp)
તા-૧૨/૧૨/૨૦૧૨ ના રોજ ઝઘડીયા પાસે આવેલ રેવા એગ્રો થી ઝઘડીયા કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર એક ઇસમને રસ્તામાં આંતરી માર મારી મોબાઇલ તથા રોક્કડ રૂપિયાની લુંટ થયેલ જે ગુનાનો એલ.સી.બી. પોલીસે ગણતરીના દીવસોમાં ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ મનાતો એક આરોપી વિજયભાઇ રમેશભાઇ વસાવાને પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ભરૂચ એલ.સી,બી ની ટીમ અંક્લેશ્વર ડિવીઝન વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝગડીયા પોલીસ મથક ના લુંટના ગુનાના કામે નાસતો ફરતો આરોપી વિકેશ રવીદાસ વસાવા રહે, ભમાડીયા ગામ તા.વાલીયા નાઓ સુરત કામરેજ ચોકડી પાસે આવેલ ગેરેજ ઉપર જોવામાં આવેલ છે જે બાતમી હકીકત આધારે પોલીસ ટીમ કામરેજ ચોકડી ખાતે જઇ તપાસ કરતા લૂંટનો એક આરોપી મળી આવતા, લુંટમાં વાપરેલ મોટર સાઈકલ સાથે તેને જડપી લઇ વધુ તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપી એલ.સી.બી. દ્વારા ઝઘડીયા પોલીસ મથકે જાણ કરી હતી..