/connect-gujarat/media/post_banners/b2b5441ba85fcbaedc68d3fccdf11981bf015169d5503f2d08ba50c5ddad0216.jpg)
ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ નજીક મોપેડ અને અગત્યના દસ્તાવેજોની થયેલ લૂંટના મામલામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ પોલીસે લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બનાવની વિગત પર નજર કરીયે તો તારીખ 29મી જુલાઇના રોજ પશ્વિમ વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ પાસેથી પસાર થતા એક મોપેડ ચાલકને અટકાવી 3 જેટલા અજાણ્યા ઇસમો મોપેડ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં શંકાસ્પદ કાર નજરે પડી હતી. જેની તપાસ કરતાં 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કાસદ ગામના રહેવાસી રિયાઝુદ્દીન સૈયદ,પગુથણ ગામના રહેવાસી આબિદ બેલીમ અને રહાડપોર ગામના રહેવાસી અરબાઝ પઠાણની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી કાર, મોબાઈલ અને લૂંટી લીધેલ મોપેડ સહિત બેગ કબ્જે કર્યું છે. ત્રણેય આરોપીઓ નવ યુવાન હોવાનું બહાર આવ્યું છે.