/connect-gujarat/media/post_banners/4db225ed33eda2b36572e61201919434f12b10f6a9bcb941ba78f7aea0f0ac39.jpg)
જુના તવરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન
આર.કે.હોસ્પિટલ અને ગ્રામજનોનો સંયુક્ત સહયોગ
300થી વધુ લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવાયો
વિવિધ રોગ અંગે તબીબો દ્વારા તપાસ કરાવાય
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ આર.કે.હોસ્પિટલ-ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આર.કે.હોસ્પિટલ-ભરૂચ અને જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે 9:00થી 01:00 કલાક દરમિયાન આયોજીત કેમ્પમાં 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ, ડોક્ટર મનન જોશી, ડોક્ટર અવનિ સિંધ સહિતના તબીબોએ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી. આ કેમ્પમાં લાભાર્થીઓને મફત દવા આપવામાં આવી હતી. આ સાથે જ સુગર ચેકપ, બ્લડપ્રેશર ચેકઅપ, ઇસીજી, હાડકાના ચેકઅપ તેમજ લોહીની તપાસ સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી.