Connect Gujarat
ભરૂચ

ભરૂચ:કબીરવડ હોડીઘાટ 2 વર્ષ બાદ ફરી વિધિવત શરૂ કરાયો, જુઓ નૌકા વિહાર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો.

X

ભરૂચ જિલ્લાના ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો. જે હવે આજે રવિવારથી વિધિવત ફરી શરૂ થઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં 14 જેટલા હોડીઘાટ આવેલા છે. જે જિલ્લા પંચાયત હસ્તક છે. જેની હરાજી કરી ઇજારો આપવામાં આવે છે. જેમાં સૌથી વધુ મહત્વ અને બોલબાલા મઢી-કબીરવડ ઘાટની રહે છે.

જોકે અગાઉના ઇજારદારના લાખો રૂપિયા બાકી અને ત્યારબાદ કોરોનાના 2 વર્ષના સમયગાળાને લઈ કબીરવડ હોડીઘાટ વેરાન બની ગયો હતો.હવે આ ઐતિહાસિક ધામ ખાતે મઢીથી સામે પાર નાવડીમાં બેસી કબીરવડ જવા આજે રવિવારથી ફરી હોડીઘાટ વિધિવત શરૂ થયો છે. જય માતાજી હોડી ઘાટ સર્વિસના કોન્ટ્રકટર દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 22 ઓગસ્ટથી તેઓને કોન્ટ્રાકટ અપાયો હોવાની જાહેરાત કરી છે.

મઢીથી કબીરવડ આવવા જવાના 5 થી 11 વર્ષના બાળકો માટે રૂપિયા 55 અને 11 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 83 રૂપિયા ભાડું નિયત કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોય પ્રથમ દિવસે જ હોડી ઘાટ શરૂ થતાં ગણેશ ભક્તો સાથે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

Next Story