માય લિવેબલ ભરૂચ-CSR પહેલ અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે પદ્મશ્રી કવિ દાદ બાપુ સચિત અણમોલ કાવ્યોની સરમાયી પ્રસ્તુતિના સંભારણાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે માય લિવેબલ ભરૂચ CSR પહેલ અંતર્ગત પદ્મશ્રી કવિ દાદ બાપુ સચિત અણમોલ કાવ્યોની સરમાયી પ્રસ્તુતિના સંભારણાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સરસ્વતી વંદના બાદ ઉપસ્થિત કલાવૃદોનું ભરૂચની પ્રખ્યાત સુઝની વડે અભિવાદન કરાયું હતું. શબ્દ એક શોધ ત્યાં સંહિતા નીકળે.!, કુવો જ્યાં ખોદો ત્યા સરીતા નીકળે..! કવિ શ્રી દાદની કાવ્ય પ્રસ્તુતિથી લોકો મંત્રમુગ્ધ થયા હતા. સંગીત મહોત્સવના કલાકાર વૃંદ રાજેન્દ્ર હેમુદાન ગઢવીએ પણ કાવ્ય પ્રસ્તુતિ કરી હતી, જ્યારે લોક વાર્તાકાર રાજેન્દ્ર ગઢવીએ પોતાની અનોખી લોકભોગ્ય શૈલીમાં રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, લોકપ્રિય ગાયક અભેસિંહ રાઠોડ, નગરપાલિકાના સભ્યો, માય લિવેબલ ભરૂચ CSR ટીમ સહિત મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.