Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કાવી રિંગ રોડ બિ’સ્માર બનતા લોકો પરેશાન, પાલિકા કચેરીને તાળાબંધી કરવાની વિપક્ષની ચીમકી..!

જંબુસર નગરપાલિકા આ માર્ગનું 2થી 3 વાર સમારકામ કરી ચૂકી છે. પરંતુ આ માર્ગ બિસ્મારને બિસ્માર રહેતા કોન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી

X

જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળનો માર્ગ બિસ્માર

રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા લોકો પડી ભારે હાલાકી

બિસ્માર માર્ગનું સમારકામ થાય તેવી વિપક્ષ દ્વારા માંગ

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળને જોડતો મુખ્ય માર્ગ એવો કાવી રિંગ રોડ અત્યંત બિસ્માર બનતા પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી લઈને ટંકારી ભાગોળને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી જંબુસરની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુખ્ય માર્ગ હોવાના કારણે અવર-જવર કરતા વાહનોના લીધે રોડ ઉપરથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેને લઈને આસપાસના દુકાનદારો અને પ્રજાને ધૂળ ઉડવાના કારણે તેઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે.

જોકે, જંબુસર નગરપાલિકા આ માર્ગનું 2થી 3 વાર સમારકામ કરી ચૂકી છે. પરંતુ આ માર્ગ બિસ્મારને બિસ્માર રહેતા કોન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિરોધ પક્ષના નેતા સાકીર મલેકે આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિરોધ પક્ષના નેતાએ જણાવ્યુ હતું કે, બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જંબુસર પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

Next Story