ભરૂચના ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ વિદ્યાલય ખાતે રવિવારના રોજ મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં 450થી વધારે લોકોના સ્વાસ્થયની ચકાસણી કરી બિમારીઓનું નિદાન કરાયું હતું.....
ભરૂચની જીએનએફસી હોસ્પિટલના તબીબ ડૉ. સુષ્મા પટેલ તરફથી એક ઉમદા કાર્યના ભાગરૂપે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું..સર્વ રોગ નિદાન કેમ્પમાં ડો કેતન દોષી, ડો.ઈરફાન પટેલ, ડો.ભૌમિક ગાંધી,ડો. સેતુ લોટવાળા ,ડો.સુનિલ નાગરાણી,ડો અભિષેક તાપૂરીયા, ડો.ગૌરાંગ જોશી અને ડૉ. પ્રજ્ઞેશ કટારીયા સહિતના તબીબીઓએ સેવા આપી હતી. કેમ્પમાં તબીબોએ 450થી વધારે લોકોના સ્વાસ્થયની તપાસ કરી જરૂરી નિદાન કરાયું હતું. જે લોકોને બ્લડ કે અન્ય ટેસ્ટની જરૂર હતી તેમના ટેસ્ટ રાહત દરથી કરી આપવામાં આવ્યાં. ગરીબ હોય કે માલેતુજાર દરેક વ્યક્તિને રોગો વિશે માર્ગદર્શન અને સેવા મળતી રહે તેના ભાગ રૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવતા હોય છે.