New Update
/connect-gujarat/media/post_banners/f67037d6bbc3319ebc1581facd3df01e28f3d77683a3cf1e83a68adb040449ca.webp)
ભરૂચના વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા નવ વર્ષથી લખીગામ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન અદાણી ફાઉન્ડેશન, દહેજ, લખીગામ ગ્રામ પંચાયત અને લખીગામના યુવાનો ભેગા મળીને કરે છે. આ વર્ષની ટુર્નામેંટનો પ્રારંભ લખીગામ ખાતે ગામના સરપંચ, આગેવાનોની સાથે અદાણી દહેજ પોર્ટના અધિકારીઓની હાજરીમાં થયું છે. આ વર્ષની ટુર્નામેંટમાં લખીગામના વિવિધ ફળીયાની લગભગ ૩૭ જેટલી ટીમના ૪૫૦થી વધુ ક્રિકેટ ખેલાડીઓ ભાગ લેશે.આ પ્રસંગે સરપંચ અમરસંગભાઈ રાઠોડ, ઉપસરપંચ સતીષભાઈ ગોહિલ, દહેજ અદાણી પોર્ટના મરીન હેડ પંકજ સિંહ, એંજીન્યરિંગ હેડ એચ સી હિરેમઠ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories