New Update
/connect-gujarat/media/post_banners/732a1f00c9435c2f536a13cbc9b7d0723901a1217603287590f2da1b8e400267.webp)
ભરૂચના નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન વાઘેલા અને પો.કમીઁ પેટ્રોલિંગમાં હતા ત્યારે સુરતના ઉમરપાડાના ટુંડી ગામનો કુખ્યાત બુટલેગર રમેશ કરમસિંગ વસાવાએ દારૂનો જથ્થો નેત્રંગના બિલોઠી ગામે કદવાલી ફળીયાની સીમમાં શ્રવણ ચોકડી બોર્ડર ઉપલ આવેલ ભરત સુરકીયા વસાવાના ખેતરના સેઢા પર નિલગીરીઓ નીચે ઝાડી ઝાંખરામાં હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થા મળી આવ્યો હતો.જેમાં નેત્રંગ પોલીસે દારૂની બોટલ નંગ ૨૨૭૩ અને બિયરના ટીન નંગ ૪૩૨ મળી કુલ 3.61 લાખનો દારૂનો મુદ્દામાલ કબ્જે કયૉ હતો.જ્યારે રમેશ કરમસિંગ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન ગતિમાન કર્યો હતા.