ભરૂચ: JCI લેડી વિંગ દ્વારા લાફટર યોગનું કરવામાં આવ્યું આયોજન

JCI ભરૂચની લેડી વિંગ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં લિંક રોડ પર આવેલ માતરિયા તળાવના કુદરતી વાતાવરણમાં મહિલાઓએ યોગાસન કર્યા હતા

New Update
ભરૂચ: JCI લેડી વિંગ દ્વારા લાફટર યોગનું કરવામાં આવ્યું આયોજન

JCI ભરૂચની લેડી વિંગ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં લિંક રોડ પર આવેલ માતરિયા તળાવના કુદરતી વાતાવરણમાં મહિલાઓએ યોગાસન કર્યા હતા.

માનવ જીવનમાં જેટલું હસવાનું મહત્વ છે તેટલું જ રડવાનું પણ મહત્વ છે. બન્ને પ્રોસેસ કરવાથી વ્યક્તિનો સ્ટ્રેસ દૂર થાય છે. જેથી લોકો લાફ્ટર યોગા તરફ વધુ આકર્ષાય અને પોતના જીવનને સ્ટ્રેસ મુક્ત બનવાના પ્રયાસ કરી રહ્યા છે.જેના ભાગરૂપે જેસીઆઈ ભરૂચના લેડી જેસી વિંગ દ્વારા લાફટર યોગાનું આયોજન માતરીયા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેકટ મેનેજર જેસીરેટ પલ્લવી ઠકકરે દરેક મેમ્બર્સને આવકાર્યા હતા.આ પ્રોજેક્ટમાં ફેકલ્ટી તરીકે ધ આર્ટ ઓફ લિવિંગના સિનિયર ફેકલ્ટી ફાલ્ગુની મોદી ઉપસ્થિત રહ્યા હતા.તારીખ 26 જાન્યુઆરીના રોજ દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાય હતી તે ઉપરાંત પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.