ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.

New Update
ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ બુધવારે 13 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરાવી હતી જે અંગેનો કાર્યક્રમ ભરૂચ ખાતે પણ યોજાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના ઓડીટોરીયમ હૉલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબહેન પટેલ,કલેક્ટર તુષાર સુમેરા સહિતના આગેવાનો,અધિકારી અને મેડિકલ કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના દરેક ગામો અને શહેરો સુધી આરોગ્ય સેવાઓની પહોંચને સુનિશ્ચિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં લોકોનું ફ્રી હેલ્થ ચેકઅપ કરાશે અને ફ્રીમાં સારવાર આપવામાં આવશે. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે. ગામડાઓમાં આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગરીબોને વાર્ષિક 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધાવાળું આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. અંગદાન માટે પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Latest Stories