Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ,30 હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક

ભરૂચ જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે

X

ભરૂચ જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે

ભરૂચ જિલ્લામાં સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯ મહામારી વચ્ચે વેકસીનેશનના ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભરુચ જિલ્લાની કુલ 259 શાળાઓમાં 30 હજાર જેટલા બાળકોને રસી આપવામાં આવશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે બાળકોને સુરક્ષિત રાખવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરુચ જીલ્લામાં પણ બાળકો માટેના રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે સવારથી જ વિવિધ શાળામાં બાળકોને રસી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ બાળકોને રસી મૂકવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે

Next Story