Connect Gujarat
ભરૂચ

ગુજરાત-મહારાષ્ટ્રમાંથી કારની ચોરી કરતાં આંતરરાજ્ય ગેંગના 3 શખ્સોની ભરૂચ LCBએ કરી ધરપકડ...

કાર ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા LCB પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા..

X

ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ફોર વ્હીલ ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 શખ્સોને ચોરીની 2 કાર મળી કુલ રૂ. 5.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ LCB પોલીસે ઝડપી પાડી કાર ચોરીના 9 ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલેની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જીલ્લામાં ફોર વ્હીલ ચોરીઓના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ LCB પોલીસે અલગ અલગ ટીમો બનાવી, કાર ચોરીના વિસ્તારની વિઝીટ કરી, આઇડેન્ટીફાય કરી, જરૂરી મેપ બનાવી, ડીકોઇ કરી, સીસીટીવી ફુટેઝ, ટેકનીકલ સર્વેલન્સ વિગેરેની મદદ મેળવી કાર ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા LCB પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જેમાં તમામ કાર ચોરી કરવાનો સમયગાળો તથા રૂટ સુરત તરફનો જાણવા મળ્યો હતો. LCBની ટીમ કાર ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અંકલેશ્વર પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન કાર ચોરી અંગે કામગીરી કરતી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી માહીતી મળી હતી કે, “અંક્લેશ્વર શહેર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યું હતો. જેમાં ચોરીમાં ગયેલ ગ્રે મેટાલીક હુન્ડાઇ કંપની વરના ફોર વ્હીલ કાર નંબર GJ-15-PP-6623 સુરત શહેરમાં કામરેજ વાવ વિસ્તારમાં ફરે છે. જે માહીતીના આધારે LCBની ટીમ તાત્કાલીક સુરત ખાતે રવાના થઈ હતી.

સુરત કામરેજ વાવ ખાતે તપાસમાં હતા, તે દરમ્યાન ચોરીની ગાડી વાવથી પલસાણા હાઇવે તરફ જતા દેખાતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી બારડોલી રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે કોર્ડન કરી રોકી લઈ વરના ગાડી સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ખુરશીદ અહેમદ નીશાર અહેમદ, રામ બહાદુર રામ અવતાર યાદવ તેમજ મોહમ્મદ આમિર મોહમ્મદ ઝમીર હોવાનું બહાર આવ્યું હતું.

જેઓની પૂછપરછ કરતા તેઓ પૈકી ખુરશીદ અહેમદ નીશાર અહેમદ ગાડીની ડુપ્લીકેટ ચાવી બનાવામાં એક્ષપર્ટ હોય, તેમજ રામબહાદુર રામ અવતાર અંકલેશ્વર તેમજ સુરત તથા તાપી, નવસારી, વલસાડ જીલ્લાના રસ્તાઓ તથા વિસ્તારથી વાકેફ હોય જેથી ત્રણેય આરોપીઓ ભેગા મળી અંકલેશ્વર તથા સુરત અને તેની આજુબાજુના જે રોડની સાઇડમાં કાર પાર્ક કરી હોય તેમજ જે કારના લોક સરળતાથી ખોલી જતાં હોય તેવી ગાડીઓને નીશાન બનાવી ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું જણાયું હતું. પોલીસ પકડી ન પાડે તે માટે વાઇફાઇ રાઉટર સાથે રાખી વ્હોટ્સએપ કોલ ઉપર કોલ કરી ચોરી કરેલી કાર આરોપી પંડીતને સસ્તા ભાવમાં વેચી દેતા હતા. પોલીસે પંડિત તેમજ અરશદ ઉર્ફે આમિર ખાનને વોન્ટેડ જાહેર કરી બન્નેને વહલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story