Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડકએ સિવિલ હોસ્પિટલ અને એક્સપ્રેસ-વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

X

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે એક્ષ-રે વૉર્ડ, લેબોરેટરી વૉર્ડ, ડાયાલીસીસ વોર્ડ, મેડિકલ કોલેજ તેમજ અન્ય વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી હતી. આ સાથે જ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તેઓએ દેશના વાદપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટની મુલાકાત લઈ તેઓએ એન્જિનિયરો સાથે કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી.

Next Story
Share it