Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદ નગરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ,પોલીસ ફરિયાદની માંગ

પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા

ભરૂચ: આમોદ નગરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ,પોલીસ ફરિયાદની માંગ
X

ભરૂચના આમોદ શહેરમાં પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા

ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે લગાવેલ વૃક્ષો કે જે નેશનલ હાઇવે નંબર ૬૪ને અડીને આવેલ છે. તેમજ સામે પેટ્રોલ પંપ છે. અને પોલીસ સ્ટેશનમાં જવા માટેનો રોડ આવેલ હોવાથી આ લગાવેલ વૃક્ષો ઘણા શોભા રૂપ હતા. જે વૃક્ષોને કોઈક ઈસમો દ્વારા રાત્રીના સમયે કાપી નાખેલ છે જે માટે સમીમ પાર્ક સોસાયટીના રહીશ હારુન ઈસ્માઈલ પટેલ દ્વારા આમોદ મામલતદારને લેખિત અરજી આપવામાં આવેલ છે કે કોઈક વ્યક્તિઓ દ્વારા પર્યાવરણને નુકસાન કરેલ છે. જ્યારે સરકાર દ્વારા વૃક્ષો ઉછેર માટે હજારો રૂપિયાના ખર્ચા કરી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી આ વૃક્ષો કાપી નાખનાર વ્યક્તિઓ સામે આમોદ પોલીસ સ્ટેશન તેમજ પેટ્રોલ પંપ ના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી વૃક્ષો કાપનાર વ્યક્તિઓને સામે કડકમાં કડક સજા થવી જોઈએ એમ જણાવ્યુ હતું.

Next Story