ભરૂચ : પશ્ચિમ વિસ્તારના જાહેર માર્ગો પર દેશી દારૂની કોથળીનો જથ્થો જોવા મળતા સ્થાનિકોનો હોબાળો...

લીંબુ છાપરી-ધોબી તળાવમાં દેશી દારૂનું વેચાણ : સ્થાનિક વિસ્તારમાંથી દારૂનું દુષણ દૂર કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ

New Update
ભરૂચ : પશ્ચિમ વિસ્તારના જાહેર માર્ગો પર દેશી દારૂની કોથળીનો જથ્થો જોવા મળતા સ્થાનિકોનો હોબાળો...

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે બસ સ્ટેન્ડ નજીક જ મોટા પ્રમાણમાં લોકો દેશી દારૂનું સેવન કરી દેશી દારૂની ખાલી કોથળી નજીકમાં જ ફેંકી દેતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, અહીના વિસ્તારમાં મોટી માત્રામાં દેશી દારૂની ખાલી કોથળીનો જથ્થો જોવા મળતા આસપાસના સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, લીંબુ છાપરી અને ધોબી તળાવ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાથી અનેક લોકો દેશી દારૂની સેવન કરી ખાલી કોથળીઓ જ્યાં ત્યાં નાખે છે, ત્યારે હવે આ વિસ્તારમાંથી દેશી દારૂનું દુષણ દૂર કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર સહિતના સ્થાનિકોએ બી' ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં દેશી દારૂની ખાલી કોથળીઓ જોઈ પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ આરંભી હતી.

Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.