ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિકોની માંગ

જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

New Update
ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિકોની માંગ

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અંદાજીત રોજના પાંચથી સાત હજાર નાગરિકો મુસાફરી માટે આવન જાવન કરતા રહે છે તેમાં ઝાડેશ્વર ચોકડી એક મુખ્ય કેન્દ્ર છે અને ત્યાંથી દહેજ ઝઘડિયા અંકલેશ્વર પાનોલી વિલાયત ભરૂચ જીઆઇડીસીમાં ખૂબ મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ કંપનીઓના વાહનોમાં આવન જાવન પણ કરે છે.ઝાડેશ્વર ચોકડીથી રાજકોટ,ભાવનગર,અમરેલી તેમજ મુંબઈ નાસિક ઉના તરફ લાંબા રૂટ પર જનારા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે ઝાડેશ્વર ચોકડી પર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને પીક અપ સ્ટેન્ડ બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને આ બાબતે આજરોજા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

Latest Stories