/connect-gujarat/media/post_banners/23bbd92c56226df925739205aa904abfb81b7896ed0d353befe72f726981d6ff.jpg)
ભરૂચની ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
ભરૂચમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહયો છે. વરસાદ વરસતા જ તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે શહેર નજીક આવેલ ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં આવેલ સોસાયટીઑમાં પણ કઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં અવાર નવાર વરસાદી પાણી ભરાય જાય છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીના માર્ગો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાય જાય છે જેના કારણે રહીશોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગ પણ બિસ્માર બની ગયો છે ત્યારે સ્થાનિકો વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય એવી માંગ કરી રહ્યા છે