/connect-gujarat/media/post_banners/10c563d1d4fb6bc97127eb19bebe2b45b2ef83d9b83f9ba4c2db1cc854e40934.jpg)
ભરૂચ જિલ્લાની ઝગડિયા સ્થિત લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ૨ લાખનો સહાય ચેક અર્પણ કરાયો
ભરૂચના ઝઘડિયામાં આવેલી લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂપિયા ૨ લાખનું અનુદાન આપવામાં આવ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે. 2022માં જે બી મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં 2200 દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવેલ છે, વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ વાર્ષિક અથવા ૬ મહિને કરવામાં આવે છે, જેના લીધે તેમનું હેલ્થનું સ્ટેટસ કેવું છે તે જાણી શકાય અને તકલીફ હોય તો યોગ્ય સારવાર દ્વારા સુધારી શકાય, આ વાતને ધ્યાનમાં રાખતા હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવિ રૂપે આ અનુદાન કરવામાં આવ્યું છે. લ્યુસિડ કોલોઇડ્સ તરફથી ડો. સંજય મોદી- સાઇટ હેડદીપક કાલદલે - એચઆર હેડ ઉપસ્થિત રહ્યા હતા, એ.આઈ.ડી.એસના જનરલ મેનેજર ડો. નીનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલા તરફથી લ્યુસિડ કોલોઈડ્સ લિમિટેડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.