ભરૂચ : ઝઘડીયા બેઠક માટે મહેશ વસાવા, જ્યારે ડેડીયાપાડા બેઠક માટે બહાદુર વસાવાને BTPના ઉમેદવાર જાહેર કરાયા...

ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બિટીપી )માંથી ડેડીયાપાડા તેમજ ઝઘડીયા બેઠક પરથી વિધાનસભા સભાની ચૂંટણી કોણ લડશે

New Update
ભરૂચ : ઝઘડીયા બેઠક માટે મહેશ વસાવા, જ્યારે ડેડીયાપાડા બેઠક માટે બહાદુર વસાવાને BTPના ઉમેદવાર જાહેર કરાયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની ઝઘડીયા વિધાનસભાની બેઠક માટે મહેશ વસાવા, જ્યારે ડેડીયાપાડા બેઠક માટે બહાદુર વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બિટીપી )માંથી ડેડીયાપાડા તેમજ ઝઘડીયા બેઠક પરથી વિધાનસભા સભાની ચૂંટણી કોણ લડશે તે અંગે ઘણી લોક ચર્ચાઓ ચાલતી હતી. ચૈતર વસાવાને ટીકીટ ન આપતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ડેડીયાપાડા બેઠક પરથી ચૂંટણી લડે તેવું માનવમાં આવી રહ્યું હતું. તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના સુપ્રીમો ગણાતા છોટુ વસાવા ઝઘડીયા વિધાનસભા લડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ ભારતીય ટ્રાયબલ પાર્ટીની જાહેર કરાયેલી યાદીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા 152-ઝઘડીયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે 149-ડેડીયાપાડા બેઠક પરથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના જુના કાર્યકર તેમજ જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય બહાદુર વસાવા ચૂંટણી લડશે. 149-ડેડીયાપાડા વિધાનસભામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી આવેલા ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, ત્યારે એક સમયે એક જ પાર્ટીમાં કામ કરતા ચૈતર વસાવા અને બહાદુર વસાવા બન્ને વિધાનસભાની ચૂંટણી લડવા એકબીજાની સામે આવી ગયા છે, ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા હાલ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે કે, પછી રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે તે હવે જોવું રહ્યું.