ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો

દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

New Update
ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો

દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે

ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું છે.પવન સાથે વરસાદ વરસતા આંબા પરથી મોરવા તૂટી પડ્યા છે.આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાક ની આશા ઠગારી નીવડી છે. જેના કારણે કેરી મોંઘી થવાના અણસાર છે. આ પ્રકાર ની સ્થિતિ સર્જાતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે.ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં સોમવારના રોજ સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે આંબા પરનો મોર ખરી પડ્યો હતો.મોર અને ખાખડી ખરી પડતા કેરીનાં પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે તો આ તરફ ચીકુના પાકને પણ નુકશાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે ચીકુ ખરી પડતાં પાકનો દાટ વળી ગયો હતો જેના કારણે ચીકુ તેમજ કેરી પકવતા ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે અને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે

Latest Stories