ભરૂચ: વિવિધ સંસ્થાઓ દ્વારા મેરેથોનનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા

ભરૂચમાં હરીપ્રબોધન પરિવાર સહિતની સંસ્થાઓ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા

New Update

હરિ પ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેરેથોન દોડ હરિપ્રબોધમ ઇન્ટરનેશનલ, રોટરી ઇન્ટરનેશનલ અને P. P સવાણી યુનિવર્સિટીના ઉપક્રમે યોજાય હતી.મેરેથોનની શરૂઆત ઝંડી ફરકાવી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી

હરિપ્રબોધમ પરિવારના સંત હરિશરણ સ્વામીજી તથા પૂજ્ય હરિતનય સ્વામીજી ,ભરૂચ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રિઝવાનાજમીનદાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોન આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ ફ્રી ભરૂચ, ફિટ ઇન્ડિયા, પ્લાસ્ટિક ફ્રી ભરુચ, હેલ્થ એન્ડ સેફ્ટી અને વુમન એમ્પાવરમેન્ટના અંતર્ગત રાખવામાં આવી હતી.

Latest Stories