Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વાર સ્ટેચ્યુ પાર્ક ખાતે 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધા યોજાય

વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ‘રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વાર સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રીય ચેતના કે સ્વર નામક સમૂહ ગાન સ્પર્ધા યોજાય
X

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા આજરોજ રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે..

ત્યારે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાહુલ ઠાકર,વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અજય મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા

આ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના કે સ્વર પુસ્તકમાંથી દેશભક્તિના હિન્દી અને સંસ્કૃત ગીતો વિદ્યાર્થીઓ દ્વ્રારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ત્રણ કેટેગરીમાં ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. માં મણિ બા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના એમ.ડી.ધનજી પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર, દક્ષિણ પ્રાંતના પ્રચાર પ્રસારના સંયોજક યોગેશ પારિક, મહામંત્રી કનુભાઈ ભરવાડ, સેવા અને સંગઠન પ્રમુખ અને ઉપપ્રમુખ ડો.મહેશ ઠાકર અને કે.આર.જોષી,ભરત પારિક,ભૃગુભૂમિ શાખાના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય, તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story