ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

New Update
ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે કન્ટેનરમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત લોકોએ મામલે અંકલેશ્વર ફાયર વિભાગમાં જાણ કરી હતી જે બાદ ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગની ચપેટમાં રહેલા કન્ટેનર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.અચાનક કન્ટેનરમાં લાગેલ આગના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.