ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો

New Update
ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો
Advertisment

ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો

Advertisment

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઓગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના સંચાલકોએ નીર્ધાર કર્યો.રજત જ્યંતીના 25 કાર્યક્રમો પૈકી 15મો કાર્યક્રમ 11મી એપ્રિલ 2023 ને મંગળવારે રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલમાં "મિટ વિથ સિનિયર સિટીઝન્સ" યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમમાં વયસ્ક, અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો,વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે 'સાપ સીડી'ની રમત રમાડી ને સહુને બાળપણની યાદો તાજી કરાવી.પ્રિન્ટેડ મોટી સાપ સીડીના બોર્ડ પર સશક્ત અને ઉત્સાહી 14 જેટલા વડીલો ને ' સેલ્ફ કુકીઓ' બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણભાઈ ઠાકોર બોર્ડ પર 100 નંબર પર પોહચતા તેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સ્નેક્સ એન્ડ લેડર બોર્ડ આપવામાં આવ્યું.જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી.

Latest Stories