Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર ખાતે મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લી.દ્વારા મિલ્ક ડેની ઉજવણી,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

X

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભરૂચની જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્યભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ નવસારીના સાંસદ સી. આર. પાટીલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કે, ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે. પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી. તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે. તો એમને સાતમી વાર પણ ભવ્ય મતોથી વિજયી બનાવજો

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story