ભરૂચ : ધર્મ પરિવર્તન પ્રકરણ બાદ કાંકરીયા ગામની મુલાકાતે મંત્રી પુર્ણેશ મોદી, કહયું નવા કાયદા લવાશે

ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી

New Update
ભરૂચ : ધર્મ પરિવર્તન પ્રકરણ બાદ કાંકરીયા ગામની મુલાકાતે મંત્રી પુર્ણેશ મોદી, કહયું નવા કાયદા લવાશે

રાજયભરમાં ધર્મ પરિવર્તનના કિસ્સાની ચર્ચા છે ત્યારે આજે જિલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી કાંકરીયા ગામની મુલાકાતે પહોંચ્યાં હતાં. જયાં તેમણે અસરગ્રસ્તોની રજુઆત સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લા કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી છે. પોલીસે ધરપકડ કરેલાં ચાર આરોપીઓના 5 દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. આરોપીઓ કેવી રીતે ધર્માંતરણ કરાવતાં હતાં અને તેમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલી રહી છે.

આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો વિદેશથી આવતું ફંડ છે. આમોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાય છે તેમાં એક આરોપી અબ્દુલ ફેફડાવાલા પણ છે અને તે હાલ બ્રિટનમાં રહે છે. કાંકરીયા ગામની મહત્તમ વસતી આદિવાસી હોવાથી તેઓ સરળતાથી કટ્ટરવાદીઓના નિશાના પર આવી ગયાં હોવાની ચર્ચા છે. ધર્મ પરિવર્તનનો કિસ્સો હવે અનેક નવા રંગોથી રંગાય રહયો છે. રાજયના માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી એવા પુર્ણેશ મોદી કાંકરીયા ગામે પહોંચ્યાં હતાં. જયાં તેમણે અસરગ્રસ્ત પરીવારોને મળી તેમની રજુઆત સાંભળી હતી. તેમણે પીડીતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે.

આ કેસમાં હવે વડોદરાની પોલીસ પણ જોડાઇ છે. ભરૂચ આવેલી વડોદરા પોલીસની ખાસ એસઆઇટીની ટીમે આ 4 આરોપીઓની પુછપરછ કરીને તેઓ કઇ રીતે અબ્દુલા ફેફડાવાલાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા લોકોનું ધર્માંતરણ કરાયું હતું તથા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સાથે સંપર્ક કઇ રીતે હતો તે સહિતના મુદ્દાની તપાસ ચાલુ કરી હતી. કાંકરીયા ગામે મંત્રીની મુલાકાત વેળા તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હતાં. તેમણે આવી પ્રવૃતિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ મનસુખ વસાવાએ આદિવાસીઓને હીંદુ નહિ ગણતા લોકોને જાહેરમાં ધમકાવ્યાં હતાં.

Latest Stories