Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયો પ્લેસમેન્ટ ફેર, વિધાર્થીઓને અપાય રોજગારીની તક...

ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ તથા નર્મદા જિલ્લાના વિધાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના ઉપક્રમે ગુજરાત રાજ્યની વિવિધ સરકારી તેમજ અનુદાનિત કોલેજમાં માર્ચ માસ દરમ્યાન પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે ઝોન-4માં સમાવિષ્ટ નોડ-2 ભરૂચ તથા નોડ-6 નર્મદા જિલ્લાની સરકારી તેમજ અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં ભરૂચ તથા નર્મદા જિલ્લાના 4600 વિધાર્થીઓ માટે 70 જેટલી કંપનીમાં રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. આ ફેરના આયોજનમાં એમ.કે. કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા વિવિધ કંપનીઓના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story