Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત...

મુખ્ય માર્ગને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 68 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે આર.સી.સી. ટ્રીમીક્ષ રોડ બનાવવામાં આવનાર છે.

X

ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા માર્ગ પર સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે બનનાર આર.સી.સી. ટ્રીમીક્ષ રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 3માં આવેલ લિંક રોડ સ્થિત મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા મુખ્ય માર્ગને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 68 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે આર.સી.સી. ટ્રીમીક્ષ રોડ બનાવવામાં આવનાર છે.

જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે માર્ગ ખોદીને લેવલ નીચું કરવા સહિત વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઈડમાં ડ્રેનેજ પણ બનાવવામાં આવશે તેવું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, કારોબારી કમિટી ચેરમેન નરેશ સુથારવાલા સહિત પાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story