/connect-gujarat/media/post_banners/0acbaecb5730902688e83ec1301727084e907b06165273251c38eefed796a55f.jpg)
વિશ્વમાં કોરોના ફરીએકવાર હાહાકાર મચાવી રહયો છે ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી
ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પણ ભરૂચ સિવિયલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કોરોનાના જોખમને ધ્યાને લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે હાલ પૂરતા 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ ઑક્સીજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,મેડિકલ ઓફિસર અભિનવ શર્મા,સિવિલ હોસ્પિટલના હેડ ડો.પરાગ પંડ્યા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટઆર.કે.બંસલ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓ બાબતે સૂચના આપી હતી