Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સબજેલમાં હત્યાના ગુનાના આરોપી પાસેથી ઝડપાયો મોબાઈલ, ગુનો નોંધાયો

પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો

ભરૂચ: સબજેલમાં હત્યાના ગુનાના આરોપી પાસેથી ઝડપાયો મોબાઈલ, ગુનો નોંધાયો
X

ભરૂચ-અંકલેશ્વર સબ જેલમાં જીલ્લા પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો

વડોદરા રેંજ આઈ.જી સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરુચ જિલ્લાની જેલોમાં બિન અધિકૃત ચીજવસ્તુની તસ્કરી નહીં થાય તે માટે આપેલ સૂચનાને આધારે નાયબ પોલીસ વડાઓના માર્ગ દર્શન હેઠળ ભરૂચ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ભરૂચ શહેર બી ડીવીઝન તેમજ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકની વિવિધ ટીમો ભરુચ-અંકલેશ્વરની સબ જેલ સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી પોલીસની ટીમોએ જેલની અલગ અલગ બેરેકો અને જેલ કંપાઉન્ડને બારીકાઇથી ચેક કરતા ભરૂચ જીલ્લા જેલમાં હાંસોટ પોલીસ મથકના 2017થી કાચા કામે સજા ભોગવતા મર્ડરના આરોપી સલીમ રાજ પાસેથી ગેરકાયદેસર રીતે મોંઘીદાટ એપ્પલ કંપનીનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો પોલીસે પ્રિઝન એક્ટ મુજબની કલમો હેઠળ ભરુચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે પોલીસે ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જીદ પાસે રહેતો અને જેલમાં સજા ભોગવતા સલીમ નશરૂદ્દીન રાજ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story