Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 500થી વધુ દીકરીઓને લાભ એનાયત કરાયા.

દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે

X

ભરૂચ જિલ્લામાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના હસ્તે દીકરીઓને લાભ એનાયત કરવામાં આવ્યા હતા. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ બચત યોજનાઓ પર આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે. જેથી લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય તેમ છે,

ત્યારે આ યોજનાઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં 500થી વધુ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભ એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી દાતાઓના મદદથી 1800 જેટલી દીકરીઓના બેન્કમાં ખાતા ખોલવામાં આવ્યા છે, અને આગામી એક મહિનામાં 3 હજારથી પણ વધુ દીકરીઓને આ યોજના થકી લાભ મળી જશે,

જ્યારે ભરૂચ જિલ્લાના દાતાઓની મદદથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાની 72 દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવાના સંકલ્પ સાથે જિલ્લાના કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નીરલ પટેલ, મંત્રી નિશાંત મોદી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મહિલા પ્રમુખ કામિની પંચાલ, અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીર પટેલ, યશવંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story