/connect-gujarat/media/post_banners/bbfcc88ef970c0c0a301ceb40d2904a7c08a0dbd37df7fc3e269dc196c26df47.jpg)
ભરૂચ જીલ્લા દ્વારા આગામી 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
દેશમાં રાષ્ટ્ર સ્તરે છવાઈ જવા અને એક અનોખો રેકોર્ડ સ્થપિત કરવા 21 જૂને સૌપ્રથમ વખત મુંબઈ-દિલ્હી 8 લેન એક્સપ્રેસ વે પર યોગ કરવાનું આયોજન ભરૂચ જિલ્લા દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. એવી જ રીતે બીજું સુપ્રસિદ્ધ સ્થળ છે ભરૂચમાં નર્મદા નદી વચ્ચે આવેલું ઐતિહાસિક પ્રવાસન ધામ કબીરવડ અને ત્રીજું સ્થળ જિલ્લા મથકે ઐતિહાસિક ગોલ્ડનબ્રીજને પસંદ કરાયું છે. ગોલ્ડન બ્રિજ નીચે નાવડીઓ મૂકી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવી યોગ નિદર્શન કરવામાં આવશે. આ તમામ ઇવેન્ટને ડ્રોનથી કંડારી આ અદભુત નજારો અને ક્ષણ દેશભરમાં નોંધપાત્ર બને તેવા તમામ પ્રયત્નો જિલ્લાનું પ્રશાસન કરી રહ્યું છે.ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 3 સ્થળે આઇકોનીક ઉજવણી સાથે કુલ 75 સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં શાળાના 70 હજાર જેટલા બાળકો સાથે 2 થી 3 લાખ લોકો જોડાશે. જિલ્લા સાથે તમામ 9 તાલુકા મથકો, ગ્રામ્ય સ્તરે, શાળા, કોલેજો, સંસ્થાઓ, નગરપાલિકા, સરકારી કચેરી ખાતે પણ યોગ દિવસ ઉજવાશે. પ્રેસ કોન્ફરન્સમાં આર.ડી.સી., અન્ય સરકારી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, યોગ બોર્ડ, બ્રહ્માકુમારી સહિતના જોડાયા હતા.