Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ફિલ્મી ઢબે કારનો પીછો LCB પોલીસે ઝઘડીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર

LCBએ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.

ભરૂચ : ફિલ્મી ઢબે કારનો પીછો LCB પોલીસે ઝઘડીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર
X

ભરૂચ LCBએ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.

ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, દરિયા ગામના સ્કૂલ ફળીયામાં રહેતો બુટલેગર ઇક્કો કાર નંબર GJ 16 BG 2065માં વિદેશી દારૂ ભરી કડીયા ડુંગર તરફ જનાર છે, ત્યારે બાતમીના આધારે કડીયા ડુંગર રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી, ત્યારે બાતમી વાળી કાર આવતા તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈ બુટલેગરે કાર હંકારી મુકી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા ગામની સીમમાં કાચા રસ્તે કાર ફસાઈ ગઈ હતી. જેનો લાભ લઇ બુટલેગર ઉતરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 672 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 62 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story