Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ અશા-માલસર વચ્ચે બનેલા નવા પુલનું કર્યું નિરિક્ષણ...

અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશા અને વડોદરા જિલ્લાના માલસર વચ્ચે નવા બનેલા પુલનું સાંસદ મનસુખ વસાવાએ નિરિક્ષણ કરી વહેલી તકે લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ માર્ગને પહોળો કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સ્થાનિક ખેડૂતોએ આ કામગીરી અટકાવી હતી. ખેડૂતોને કોઇપણ જાણ કર્યા વિના ખેતરો ખોદી નાંખી માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરીથી ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.

ખેડૂતોની લાગણી જોઇ સાંસદે ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી. જે બાદ વડીયા મંદિર ખાતે સાંસદ મનસુખ વસાવાએ બેઠક યોજી હતી. આ દરમિયાન ખેડૂતોને જણાવ્યું હતુ કે, સરકારી નિયમો મુજબનું વળતર ખેડૂતોને ચુકવાસે અને ખેડૂતોને ગમે ત્યારે મદદની જરૂરિયાત હોય ત્યારે સાંસદના ઘરના દ્વાર હમેશા ખુલ્લા હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે. જેમાં 20 કીલોમીટર જેટલું અંતર બચતા વાહન ચાલકોને પણ ઈંધણ અને સમયમાં બચાવ થશે.

Next Story