ભરૂચ : ચૂંટણી ડીબેટમાં આદિવાસી સમાજ અંગેની ટિપ્પણીથી સાંસદ નારાજ, તો પત્રકારે પણ ફરતી થયેલી ક્લિપ અંગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે.

New Update
ભરૂચ : ચૂંટણી ડીબેટમાં આદિવાસી સમાજ અંગેની ટિપ્પણીથી સાંસદ નારાજ, તો પત્રકારે પણ ફરતી થયેલી ક્લિપ અંગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

ચૂંટણી વિશ્લેષણ ડીબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. તો પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સાંસદ મનસુખ વસાવા છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા. જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલીયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ-બહેનો સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

તો બીજી તરફ, આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડીબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે, તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભરૂચના વોર્ડ નંબર 8માં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઊઠી હતી, ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Latest Stories