/connect-gujarat/media/post_banners/2a40c2a74a3249a587d4ad2fdfe8e758b46c2e29882f28d248eb5c6d61645035.jpg)
ભરૂચ શહેરના લોકોને નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.આજરોજ ‘ભાઇબીજ‘ નિમિત્તે બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ અને 15 વર્ષથી નીચેના ઉંમરના બાળકો માટે ‘ભાઇબીજ‘નિમિત્તે ‘ફ્રી બસ સેવા‘ પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે,દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે અને બહેનો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે.ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ સીટી બસ સેવાનું વધુ મહિલાઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો...
/connect-gujarat/media/post_attachments/a29a5b6d32ec953a89b71e2e8642fce9f34be9745e45c1cc494d78ec9b694958.webp)