/connect-gujarat/media/post_banners/f615d85cf40815ea016b3b997d94a5160653ec65718b72c55ec32dad0831655d.jpg)
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે બોર્ડના પરિક્ષાર્થીઓને પરીક્ષામાં આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તા. 29 માર્ચ સુધી નિ:શુલ્ક કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પરિક્ષાર્થીઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. ભરૂક નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, બોર્ડના પરિક્ષાર્થીઓને પરીક્ષામાં આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવાને તા. 29 માર્ચ સુધી નિ:શુલ્ક કરવામાં આવી છે. જેમાં વિધાર્થીઓ પરીક્ષા રસીદ રજૂ કરી સિટી બસમાં મુસાફરી કરી શકશે. જેમાં શહેરના ચારે તરફના રૂટ આવરી લેવામાં આવ્યા છે.
બોર્ડની પરીક્ષા સમયે ટ્રાફિકજામ કે, દોડધામમાં અકસ્માત થવાનો સંભવ રહે છે. જેને લઈ ભરૂચ સિટી બસમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને સમગ્ર બોર્ડ પરીક્ષા સુધી મફત મુસાફરીની જાહેરાત ભરૂચ નગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ શહેર અને નજીકના ગામના હજારો વિધાર્થીઓ અને તેમના વાલીઓ માટે પરીક્ષામાં સિટી બસની મફત મુસાફરી સગવડ સાથે લાભદાયી રહેશે. જે બાળકોની સ્થિતિ સારી ન હોય તેઓ માટે પરીક્ષા દરમિયાન અવરજવર માટે શહેરી બસ સેવાની સફર ઘણી ઉપયોગી સાબિત થશે. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન સેવા 2 વર્ષ પહેલા કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા રક્ષાબંધન, ભાઈબીજ ઉપર મહિલાઓ માટે સિટી બસની મફત જાહેરાત કરાય હતી, ત્યારે સૌપ્રથમ વિધાર્થીઓ માટે આ વર્ષે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી જાહેર કરવામાં આવી છે.