ભરૂચ : નગરપાલિકાનું ફાયર ટેન્ડર સાઇરન વગાડતું પહોચ્યું લગ્ન પ્રસંગમાં, ફાયર વિભાગને અપાય કારણદર્શક નોટિસ..!

પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભો થયો છે. ગત તા. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી

New Update
ભરૂચ : નગરપાલિકાનું ફાયર ટેન્ડર સાઇરન વગાડતું પહોચ્યું લગ્ન પ્રસંગમાં, ફાયર વિભાગને અપાય કારણદર્શક નોટિસ..!

ભરૂચ નગરપાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભો થયો છે. ગત તા. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી, તે સામે એક જ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે મોકલવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે વિપક્ષ ઉગ્ર છે, તો પાલિકાના સત્તાધીશોએ મુખ્ય ફાયર ઓફિસરને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 8 નવેમ્બર 2023ની રાત્રે ભરૂચમાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઈટ સાથે સાઇરન વગાડતું એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું. આ સ્થિતિ જોઈ સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા, જેમણે વિડીયો ઉતારી પાલિકા અધિકારીઓ દ્વારા થતાં સત્તાના દુરુપયોગની ઘટનાને પ્રજા સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, ઓટોમોબાઇલ શો-રૂમમાં એક દિવસ અગાઉ લાગેલી આગને કાબુમાં લેવા માટે બહારથી ફાયર ટેન્ડર મંગાવવા પડ્યા હતા. આ બાબતથી પણ સબક ન લઈ ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઈટ સાથે લગ્નમાં વોટર સપ્લાય સાથે મોકલતા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે.

જોકે, ભરૂચ નગરપાલિકામાં ફાયર વિભાગના બેજવાબદાર વર્તન અંગે તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચના ઓસારા રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસીડેન્સ ખાતે પાલિકાના જ ફાયર વિભાગના સ્ટાફના વ્યક્તિના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ફાયર ટીમ ફાયર ટેન્ડર સાથે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકામાં ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને કારણદર્શક નોટિસ ફટકારી આ મામલે જવાબ માંગવામાં આવ્યો છે.

Latest Stories